એક જ દે ચિનગારી !!! November 10, 2006
Posted by Bhavin Gohil in પ્રથમ પગલું.trackback
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી
જામગરી માં તણખો ના પડ્યો, ના ફળી મહેનત મારી,
મહાનલ એક જ દે ચિનગારી !
ચાંદો સળગ્યો, સુરજ સળગ્યો, સળગી આભ અટારી,
ના સળગી સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ એક જ દે ચિનગારી !
ઠંડી માં મુજ કાયા થથરે, ખુટી ધીરજ મારી
વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી !
મહાનલ એક જ દે ચિનગારી !
— શ્રી હરિહર ભટ્ટ
khub j saras………….
aa kaavyanu pratikaavya pan chhe
jo maLe to ane mari pasethi maLshe to
moklish…………….