ગુલાબી આદમી છઈયે, રૂવાબી આદમી છઈયે !! – અમૃત “ઘાયલ” November 30, 2006
Posted by Bhavin Gohil in અમૃત "ઘાયલ".trackback
ગુલાબી આદમી છઈયે, રૂવાબી આદમી છઈયે
અમે જુના જમાનાના શરાબી આદમી છઈયે
હળાહળ ઝેર હો અથવા મધુર અંગુરનો આસવ
મળે તે માણીએ, હાજર જવાબી આદમી છઈયે
અમે ઘેરી નિગાહોની નવાજીશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈયે
નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર !
ખુશી થી આવ, ઓ ખાના-ખરાબી ! આદમી છઈયે
ગયા છીયે અમે ફેંદી બધા દફ્તર મોહોબ્બતના
કિતાબો કૈં ઉકેલી છે, કિતાબી આદમી છઈયે !!!
તેમની જીવનઝાંખી વાંચો
https://sureshbjani.wordpress.com/2006/06/25/ghayal/
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ, ભાવિનભાઇ !!!
ખુબ જ સરસ