jump to navigation

બંધ ૫રબીડીયામાં મરણ મળે તમને !! – રમેશ પારેખ December 13, 2006

Posted by Bhavin Gohil in રમેશ પારેખ.
trackback

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

 - શ્રી વિવેક ભાઈ ના સૌજન્યથી

Comments»

1. Amit pisavadiya - December 13, 2006

બહુ જ સુંદર અભિવ્યક્તિ…
રમેશ પારેખ એટલે રમેશ પારેખ…

2. Suresh Jani - December 14, 2006

આ ગીત આશિત દેસાઇએ સરસ રીતે ગાયું છે.

3. Ramesh Shah - December 14, 2006

“એક ખોબો ઝાકળ” શોભિત દેસાઈ નો નાટ્ય પ્રયોગ હમણાં જ જોયો છે એટલે વાંચતા જ રમેશ પારેખ દેખાયા.

4. વિવેક - December 14, 2006

પ્રિય મિત્ર,

એક તો આ ગઝલ આપે પૂરી લખી નથી અને અધૂરી છે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો નથી… બીજું પહેલી પંક્તિમાં જ “થી” શબ્દ ભૂલાઈ ગયો છે. પહેલા શેરની બીજી પંક્તિમાં “પળ” નહીં, “ક્ષણ” શબ્દ હોવો ઘટે. ચોથી પંક્તિ આ પ્રમાણે છે:

બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

ત્રીજો શેર પણ સમૂળગો ખોટો છે. પહેલી કડીમાં “મળે” ભૂલી જવાયું છે તો બીજી કડીમાં “ઝરણ” કાફિયાની જગ્યાએ તમે તો “હરણ” જ લખી નાંખ્યું છે. “તૃષા”ની જગ્યાએ “તરસ” કરી નાંખ્યું છે. “થી” રહી ગયો છે.

ચોથા શેરમાં “અને” તથા “પણ”માં શબ્દફેર છે. આ આખી ગઝલ શું માત્ર યાદદાસ્તના જોરે જ લખી નાંખી છે કે શું દોસ્ત?

અહીં એક તો આપણે લેખકોના “કોપીરાઈટ”ને અવગણીને કામ કરી રહ્યાં છીએ અને વળી એ પણ આમ સાવ ધરાર ખોટું જ કરવાના હોઈએ તો આપણે ભાષાને, લેખકને, વાંચકને કે આપણી જાતને-કોઈને પણ ન્યાય કરી રહ્યાં નથી….

આખી ગઝલ રમેશપારેખ શબ્દ સપ્તક્ની ઉજવણી વેળાએ લયસ્તરો પર 25-05-2006ના રોજ પ્રગટ થઈ જ ચૂકી છે. એની લિન્ક આ પ્રમાણે છે:
http://layastaro.com/?p=317

અને આખી ગઝલ આ પ્રમાણે છે:

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

-રમેશ પારેખ

(સાહિત્યની સેવા કરવાના ધખારામાં આપણે કુ-સેવા ન કરીએ એ પણ એટલું જ ઈચ્છનીય છે અને આ કુ-સેવાને વખાણીને અનાયાસે એમાં ભાગીદાર ન બનીએ એ પણ શું એટલું જ જરૂરી નથી?)

5. Ramesh shah - December 17, 2006

If anybody can explain meaning of word ‘ક્લૈબ્યનું’ in last line of poem ” બંધ પરબીડિયામાં….”

6. વિવેક - December 21, 2006

ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ

7. haresh - October 23, 2008

best for your kavya