jump to navigation

કિનારા નથીને નદી પણ નથી !! – ચિનુ મોદી (ઈર્શાદ) September 12, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

કિનારા નથીને નદી પણ નથી
તને એવી ક્ષણ સાંપડી પણ નથી

મને જીવવા એક બહાનું મળે
કહે છે : ખુદા ઘાતકી પણ નથી

અરીસા ઊપર ધુળ જામી ગઈ
ખરાં છો તમે, ઝાપટી પણ નથી

હતા જેમ જેવા, જણાયા અમે,
કદી જાતને છાવરી પણ નથી

તને કોઇ “ઈર્શાદ” કહેતું નથી
ગઝલ લોહી રેડી લખી પણ નથી

Comments»

1. વિવેક - September 12, 2007

ખૂબ સુંદર ગઝલ…. બધા જ શેર ગમી જાય એવા છે…

2. Kirit Parmar - September 12, 2007

vah… very nice words ‘ Gazal lohi redi lakhi pan nathi…’

3. Harsha - September 24, 2009

મને જીવવા એક બહાનું મળે
કહે છે : ખુદા ઘાતકી પણ નથી…

Suparb……..