jump to navigation

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું – ગૌરાઁગ ઠક્કર September 12, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
trackback

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

- ગૌરાઁગ ઠક્કર

Comments»

1. jjkishor - September 12, 2007

અશ્રુમાં અનુવાદ ને વળી ખીસ્સે વરસાદ રાખનારાંની અનોખી સરસ દાસ્તાન !!

2. Kirit Parmar - September 12, 2007

good one…..

3. વિવેક - September 12, 2007

એક શેર બાકી રહી ગયો…

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

ગૌરાંગ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ-મારા હિસ્સાનો સૂરજ-માંથી ચૂંટેલા મોતીઓ માણવા હોય તો -

http://layastaro.com/?p=830

- અને એમના હસ્તાક્ષરમાં લખેલી આવી જ એક જાનદાર ગઝલ માણવી હોય તો એ અહીં ઉપલબ્ધ છે:

http://layastaro.com/?p=867

4. ઊર્મિ - September 12, 2007

nice…

5. hina - September 12, 2007

Very gud one

6. જયશ્રી - September 12, 2007

આને તો ગઇ કાલે જ ટહુકો પર મુકી છે….