jump to navigation

સમજાવી નથી શકતો – ‘મરીઝ’ September 12, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
trackback

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

Comments»

1. સુરેશ જાની - September 12, 2007

મરીઝ એટલે ‘મરીઝ’ નહીં પણ હકીમ!

2. hemantpunekar - September 13, 2007

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ગઝલ લખતી વખતે આ તકલીફ થાય છે, ખાસ કરીને રદીફ કાફિયા અને છંદના બંધનો ગઝલકારને બંધનમાં નાખી દેતા હોય છે. એ વાતને પણ મરીઝે ગઝલમાં મૂકી દીધી છે. વાહ!

3. chetu - September 13, 2007

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

એક્દમ સરસ …!!

4. chetu - September 13, 2007

એક્દમ સરસ્ ..!