મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે – મરીઝ September 13, 2007
Posted by Bhavin Gohil in મરી઼ઝ.trackback
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે!
કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે!
આમ હું માનું છું તારું નામ પ્યારું છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘાં અમારાં દામ છે.
sundara she’r. Thanks.