jump to navigation

એટલું મોડું કદીક થઈ જાય છે – ડો. મુકુલ ચોક્સી September 13, 2007

Posted by Bhavin Gohil in ડો. મુકુલ ચોક્સી.
trackback

એટલું મોડું કદીક થઈ જાય છે
ગમતી સિરીયલ લોક ચૂકી જાય છે

આપણે લૂંટવવા ઝોળી ધરી
કોઇ સિક્કા એમાં નાખી જાય છે

નીચે ઠરતાં ગુનાહિત શખ્સ, તે
ઉપલી કોર્ટોમાં છૂટી જાય છે

જાણે વચગાળાની રાહત હોય એમ
જિંદગી આખી નીકળી જાય છે

એક ખીસકોલી શિશુની ઊંઘનું
બારણું ખોલીને ભાગી જાય છે

નાના સ્ટેશન પર ઊભેલા આપણે
બાજુમાંથી રાજધાની જાય છે

ટ્રેન ચોપાટીથી પકડીને પવન
ઓરિએન્ટની શોપે ઊતરી જાય છે

હું કદી કહેતો નથી કંઈ કોઈ ને
પણ સમજનારાઓ સમજી જાય છે

હો મલક તારો ગમે ત્યાં, ચાલશે
હર તરફ અબ રેલગાડી જાય છે

પોઠ, પળ, ટપાલી ને પ્રેમિકા સહુ
આવે છે ભરચક ને ખાલી જાય છે

Comments»

1. વિશ્વદીપ બારડ - September 13, 2007

પોઠ, પળ, ટપાલી ને પ્રેમિકા સહુ
આવે છે ભરચક ને ખાલી જાય છે

હાસ્યરસ ! આ એક હઝલનો પ્રકાર જે ડૉ. રઈશ મનીયારે ઘણીજ હાસ્યભરી હઝલો લખી છે.

2. pravinash1 - September 13, 2007

એટલું મોડું ન થાય કે ટ્રેન ચૂકી જવાય ને
સ્ટેશન પણ જતુ રહે.
સરસ વાત છે.

3. જયશ્રી - September 13, 2007

એકદમ હળવી ગઝલ….
ના સમજાય એવું કશું નહીં…. અને શાનમાં સમજી જવા જેવું ઘણું બધુ…. :)

અને આ શેર વાંચીને તો ખૂબ જ હસવું આવ્યું….

એટલું મોડું કદીક થઈ જાય છે
ગમતી સિરીયલ લોક ચૂકી જાય છે.

4. ધવલ - September 14, 2007

આપણે લૂંટવવા ઝોળી ધરી
કોઇ સિક્કા એમાં નાખી જાય છે

નાના સ્ટેશન પર ઊભેલા આપણે
બાજુમાંથી રાજધાની જાય છે

જાણે વચગાળાની રાહત હોય એમ
જિંદગી આખી નીકળી જાય છે

- બહુ સરસ !

5. વિવેક - September 14, 2007

વાહ યાર… મજા આવી ગઈ… સુંદર ગઝલ…

6. sunil shah - September 14, 2007

ખુબ સરસ..! મારા સુરતીલાલાની સરળ સરસ રચના.

7. Rajendra Trivedi, M.D. - September 23, 2007

પોઠ, પળ, ટપાલી ને પ્રેમિકા સહુ
આવે છે ભરચક ને ખાલી જાય છે

ખુબ સરસ..!