પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ? – રમેશ પારેખ September 14, 2007
Posted by Bhavin Gohil in રમેશ પારેખ.trackback
પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો “રમેશ”,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?
khub j saras gazal …………
ર.પા.ની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક… આભાર…
ekdam saras chhe
Very nice thouht provoking lines.
કાળાંના ધોળા ને ગાલમાં ખાડા પડ્યા
જીંદગાની હાથતાળી દઈ ગઈ કોને ખબર