ખુલ્લી હદથી વધારે વાત ન કર – ડો. મુકુલ ચોક્સી September 15, 2007
Posted by Bhavin Gohil in ડો. મુકુલ ચોક્સી.trackback
ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર
ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર
થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર
એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર
જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર
કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર
એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ-સાત ન કર
~ ડો. મુકુલ ચોક્સી ~
વાહ , દરેક વીચાર સાવ નવો નક્કોર નીક્ળ્યો.
આવી ગઝલ પીરસવામાં વાર ન કર !
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર
કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર
- સુંદર ગઝલ…
વાહ… ખુબ જ અમેઝિંગ શબ્દો…
દરેક શેર લા-જવાબ…
કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર
waah !
badha j saras chhe to pan
ko’k ko’k to udine aankhe waLge chhe.