જૂની સ્મ્રુતીઓ એ રીતે વિસરાઈ જાય છે – રઈશ મનીઆર September 16, 2007
Posted by Bhavin Gohil in રઈશ મનીઆર.trackback
જૂની સ્મૃતિઓ એ રીતે વીસરાઈ જાય છે
વસતાં નવું નગર, વનો વ્હેરાઈ જાય છે
નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા,
કે મોટા ઘા ની નીચે એ ઢંકાઈ જાય છે
મારગ ભૂલેલ ને ય જો રસ્તો કોઇ પૂછે
એનાથી ક્યાંક આંગળી ચીધાઈ જાય છે
ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ
ચિંતક ના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે
ચાદર સફેદ અંતે મળે સૌને, એમાં તો
જીવન આ રૂ ના ઢગ સમું કંતાઈ જાય છે
રણને સીમિત રાખવું મુશ્કેલ છે “રઈશ”
રેતીનો છે સ્વભાવ કે પથરાઈ જાય છે
~ રઈશ મનીઆર ~
મારગ ભૂલેલ ને ય જો રસ્તો કોઇ પૂછે
એનાથી ક્યાંક આંગળી ચીધાઈ જાય છે
so nice………….
મારગ ભૂલેલ ને ય જો રસ્તો કોઇ પૂછે
એનાથી ક્યાંક આંગળી ચીધાઈ જાય છે
રણને સિમિત રાખવું મુશ્કેલ છે “રઈશ”
રેતીનો છે સ્વભાવ કે પથરાઈ જાય છ
banne ashaar e rang jamaavi didho..
waah
મારગ ભૂલેલ ને ય જો રસ્તો કોઇ પૂછે
એનાથી ક્યાંક આંગળી ચીધાઈ જાય છે
ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ
ચિંતક ના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે
રણને સિમિત રાખવું મુશ્કેલ છે “રઈશ”
રેતીનો છે સ્વભાવ કે પથરાઈ જાય છે
- બહુ સરસ વાત !
સુંદર રચના….
પણ રઈશ મનીઆરના નામથી શરૂ કરીને ઠેર-ઠેર થયેલી જોડણીની ક્ષતિઓ નિવારી શકાઈ હોત તો ગઝલ વધુ આસ્વાદ્ય બની હોત…
==========================
Thanx Vivekbhai… Bhulo sudhari lidhi chhe.. tem chhata jo koi jodani bhool dekhay to mane nishchint pane janavi desho…
Aabhaar….