jump to navigation

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે – ચિનુ મોદી (ઈર્શાદ) September 17, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે,
સ્વિચ સાલી, ઓફ જાતે થાય છે !

માત્ર સન્નાટો છવાતો જાય છે,
પાંચ સહિયર સામટી રિસાય છે !

સરમુખત્યારી નથી તો બીજું શું ?
આપણી મરજી ક્યાં પુછાય છે,

આ જગત અદ્દલ અરીસો છે બીજો,
હોય સામે એટલું બિંબાય છે,

છે હજી “ઈર્શાદ” ઈચ્છાનું વજન ,
કૂખ કાણી નાવ ઝોલાં ખાય છે !

!~~ ચિનુ મોદી (ઈર્શાદ) ~~!

Comments»

1. વિવેક - September 17, 2007

છે હજી “ઈર્શાદ” ઈચ્છાનું વજન ,
કૂખ કાણી નાવ ઝોલાં ખાય છે !

-ક્યા બાત કહી !

2. સુરેશ - September 17, 2007

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે,
સ્વિચ સાલી, ઓફ જાતે થાય છે !

ભુતપુર્વ (!) ઈલેક્ટ્રીકલ એન્જીનીયરની રુએ આ શેર બહુ ગમ્યો. જો કે હજુ સ્વીચ મોડી ‘ઓફ’ થાય તો સારું , એમ થાય !

છેલ્લો શેર ઉપરથી ગયો. કોઈ સમજાવશે ?

3. કુણાલ - September 18, 2007

મજાની ગઝલ…

જીવનતણી નાવ એક તો પહેલેથી કાણી છે અને ઉપર થી આ બધી ઇચ્છાઓનું વજન.. કેમ કરી પાર થશે !!! મને તો આવું કંઈક સમજાયું સુરેશકાકા…