આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી – ‘મરીઝ’ September 18, 2007
Posted by Bhavin Gohil in મરી઼ઝ.trackback
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઈ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
છેલ્લો શેર તો બહુ જ જાણીતો છે, પણ આખી ગઝલ પહેલી વાર વાંચી અને માણી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
આ શેર વધારે ગમ્યો.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
મરીઝ સાહેબની કલમે જ આ સંભવ છે…. !!!!
આ ગઝલનો બીજા નંબરનો શેર બાકી રહી ગયો લાગે છે:
જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી.
=============
thanx Vivekbhai,
Regds, BHAVIN
Bhavin Gohil,
I always like this gazal and with your courtesy I publish on my “Maree pasand-gazalo” at websiter . I invite you to visit it. Thank you, -Rasik Meghani