jump to navigation

વાયુ ને હંફાવવા બળના કરે – ચિનુ મોદી (ઈર્શાદ) September 20, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

વાયુ ને હંફાવવા બળના કરે
એ સુગંધી છે, કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીક થી
જીવવાની જીદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાની બાબતે
ઊંઘતો માણસ ઊતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણાંની જેમ ખળ-ખળ ના કરે

ક્રોધ તો કરતો નથી “ઈર્શાદ” પણ
ના ગમે તો વાત આગળ ના કરે !

!!~~ ચિનુ મોદી (ઈર્શાદ) ~~!!

Comments»

1. sunil shah - September 20, 2007

very nice…!

2. Pinki - September 20, 2007

so gooood……………