jump to navigation

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને – ચિનુ મોદી (ઈર્શાદ) September 21, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને
સપનાંઓ તારા આવી ગયા નાહીધોઈ ને

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઈ શકું હું હોઈને

“ઈર્શાદ” એવું કોઈ છે જેને તમે કહો :
તમને મળ્યા પછી ન મળાયું જ કોઈ ને

!!~~  ચિનુ મોદી (ઈર્શાદ) ~~!!

Comments»

1. Harish Dave - September 22, 2007

One should study such classic creations ….

Nice one ….. Harish Dave Ahmedabad

2. વિવેક - September 22, 2007

સુંદર રચના…

3. કુણાલ - September 22, 2007

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને

“ઈર્શાદ” એવું કોઈ છે જેને તમે કહો :
તમને મળ્યા પછી ન મળાયું જ કોઈ ને

sundar vichaar…

4. gopal h parekh - September 24, 2007

vah bhai vah, tame to jalso karavochho, aabhar