jump to navigation

તૂટતા સંબંધની કેવી મઝા ? – ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા

ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા

આ અરીસે થી નીકળવું શી રીતે ?
ક્યાં બીજે છે છુપાવાની જગા ?

તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો
નખ વગરના શું કરું હું આંગળાં ?

કેમ ધ્રુજો છો તમે “ઈર્શાદજી”
કોન દરવાજે પે ઐસા હૈ ખડા ?

!!~~ચિનુ મોદી (ઈર્શાદ)~~!!

Comments»

1. gopal h parekh - September 24, 2007

aa arise thee nikalvun shee reete? maja padi gayi , irshad, irshad

2. નીરજ - September 26, 2007

ખૂબ સરસ…