jump to navigation

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં – ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
trackback

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં
એ ઝાંઝવા છે, ઝાંઝવે ઝાઝું તરીશ નહીં

તું પુષ્પોનો અવતાર છે એવું ગણી લઈ
આ ખૂબ ગમતાં બાગથી જોજે ખરીશ નહીં

જ્યાંથી અહીં આવ્યો હતો એ કઈ હતી જગા ?
એ યાદ આવે તોય તે પાછો ફરીશ નહીં

જે કોઇ છે સ્વજન તે મને વહાલ કરે છે
એ સૌની પાસે યાદી છે : આ આ કરીશ નહીં

“ઈર્શાદ” તારો વાંક છે, તારી જ ભૂલ છે
જેને અને તેને હૃદયમાં સંઘરીશ નહીં

!!~~  ચિનુ મોદી (ઈર્શાદ) ~~!!

Comments»

1. Kirit shah - September 22, 2007

Bhavin bhai

Give us more of such beautyful poems.

2. Harsha - September 24, 2009

તારો વાંક છે, તારી જ ભૂલ છે
જેને અને તેને હૃદયમાં સંઘરીશ નહીં

Its mingbloing line Bhavin.

Hads of to you Dear