jump to navigation

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે – મરી઼ઝ October 22, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
trackback

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે .
આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે

એની દયાથી સંકલિત ન રાખ તારી નાવ ને
કાંઠો તને નહિ મળે, એની દયા અપાર છે

વસ્તુઓ બિનજરૂરની શોભે છે તારી યાદ માં
વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે

એ છે હવે નસીબ કે નિંદા મળે કે નામના,
અંગત કશું રહ્યું નથી, આખું જીવન પ્રચાર છે

મહેફિલો મારા ઐશની પરદો બની ગઈ ‘મરીઝ’
કોઇ નથી એ જાણતું દિલ બહુ બેકરાર છે

!!~~ મરીઝ ~~!!

Comments»

1. neetakotecha - October 22, 2007

ખુબ જ સરસ છે.

એ છે હવે નસીબ કે નિંદા મળે કે નામના
અંગત કશું રહ્યું નથી, આખું જીવન પ્રચાર છે.

ખુબ સરસ.

plssss visit my blog.

http://neeta-kotecha.blogspot.com/

http://neeta-myown.blogspot.com/

2. કુણાલ - October 22, 2007

વસ્તુઓ બિનજરૂરની શોભે છે તારી યાદ માં
વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે

saras sher…..

3. Pinki - October 24, 2007

“વસ્તુઓ બિનજરૂરની શોભે છે તારી યાદ માં
વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે”

યુગોના યુગો વીતી જાય છે ક્ષણમાં
કોણ કહે છે ઈંતેજારમાં સમય જતો નથી ……!!

દરેક શેર નવી જ વાત લઈને આવ્યું છે.