jump to navigation

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં - નાઝિર દેખૈયા October 24, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
trackback

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં

કોણ જાણે શું કરી બેઠા તમે મુજ દિલ મહીં ?
કે મસીહાથીયે મારું દર્દ પરખાયું નહીં

!!~~ નાઝિર દેખૈયા ~~!!

Comments»

1. chandu shaah saudgar - October 24, 2007

excellent

2. Pinki - October 24, 2007

dard-e-daastan !!

dard jirvayu nahi ……..!!

3. ramesh shah - October 24, 2007

‘મેં જ મારી આંખથી જોઈ છે મારી અવદશા,
એક મારું મોત બસ મારાથી જોવાયું નહીં
Bahot Khub kahi !

4. gopal h parekh - October 24, 2007

તમારી આ ગઝલ પર અમે સૌ ફિદા ફિદા.

5. sunil shah - October 24, 2007

ઝાંઝવાં પાછળ ભટકનારની શી હાલત થઈ !
બે કદમ પાણી હતું, તરસ્યાંથી દોડાયું નહીં

ખૂબ સરસ.

6. ઊર્મિ - October 24, 2007

તેં અગમચેતીનું ગાણું મુજને સંભળાવ્યા કર્યું
વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

ekdam sachchi vaat… aapaNa badhane maate!

nice gazal…

7. wafa - October 24, 2007

માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.
‘નાઝિર’ દેખૈયા

‘નાઝિર’(નૂરમોહંમદ)દેખૈયા દર્દીલા શાયર હતા.એક સમાન્ય શરણાઈ વાદક કે બેંડ માસ્તરના વારસાગત વ્યવ્સાય માં રહી ઉત્ત્મ કવિતાઓ લખી અને તરન્નુમથી ગાઈ.એમન જિવન _કવન પરિચ્ય માટે’બઝમે વફા, http://www.bazmewafa.wordpress.com/ નીચેના URL પર કલીક કરવા વિનંતી.
http://bazmewafa.wordpress.com/2007/02/28/naazir-dekhaiya/

નાઝિર દેખૈયા જીવન ,કવન

8. wafa - October 24, 2007

Let us say /nazir,Dekhaiyani Gazal par aapne feeda.

9. neetakotecha - October 25, 2007

વિશ્વના ઘોંઘાટમાં મુજને જ સંભળાયું નહીં

khub saras

10. વિવેક - October 25, 2007

નાઝિર દેખૈયાની ઉત્તમ ગઝલોમાંની આ એક… અહીં પીરસવા બદલ આભાર…

11. digisha sheth parekh - October 27, 2007

શોધુ છુ એક અકાશ ક્ષિતિજની પેલે પાર,
મળવા કેરી આશ વિરહને પેલે પાર,
કહી શકુ જો વાત શબ્દોની પેલે પાર,
પકડે જો તુ હાથ જવાય જીવનને પેલે પાર.

12. digisha sheth parekh - October 27, 2007

khuba j saras naam apyu chhe…vachi ne agad line umerava mann thayu to thodi gustakhi kariii…hope u like…

13. wafa - October 30, 2007

http://arzewafa.wordpress.com/2007/10/29/fool-karmayunnaheen-wafa/

14. Pinki - November 1, 2007

bhavinbhai

aaje fari vanchi fari lakhya vina rahevayu nahi

kharekhar khub j saras……….!!