jump to navigation

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે – મરીઝ October 31, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
trackback

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે

મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર,
કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે

ના માંગ  એની પાસે  ગજાથી  વધુ  જીવન,
એક પળ  એ  એવી  દેશે  વિતાવી નહીં શકે

અંતિમ  દર્દ  હોય  તો  આવે  છે  સ્તબ્ધતા,
સાચો  વિરહ  છે  એ જે  રડાવી  નહીં  શકે

તે  વેળા  માન  તારી  મહત્તા  બધી  ગઈ,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે

 !!~~ મરીઝ ~~!!
(વાસી અબ્બાસ અબ્દુલ અલી )

Comments»

1. Gunjan Gandhi - October 31, 2007

સુંદર ગઝલ….all time favorite

મારા son નું નામ મેં આ ગઝલના શેર પરથી રાખ્યું છે ‘કવન’..અલબત્ત અમુક બીજી પંક્તિઓ પણ મગજમાં હતી…

જ્યારે કલા કલા નહિ જીવન બની જશે
મારું કવન જગતનું નિવેદન બની જશે

અને..
હ્રુદય રક્તથી જેનું સિંચન કર્યું છે, એ જીવન ચમનના સુમન વેચવા છે,
ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમોલા અમોલા કવન વેચવા છે

2. pankaj bengani - November 1, 2007

http://www.tarakash.com/toran/

With the help of your blessings, our Gujarati Blogs feed aggregator is back with new avatar.

3. Pinki - November 1, 2007

nice one as usual………

aa mariznu aakhu naam vanchine ghano j anand thayo ……..!!

4. digisha sheth parekh - November 1, 2007

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે

bahu j saras chhe

5. digisha sheth parekh - November 1, 2007

mariz nu akhu naam pan janava malyu