હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરિયા November 6, 2007
Posted by Bhavin Gohil in અન્ય...trackback
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં,
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારો ધાર રાખ્યો તેં,
કોણ છું કોઈ દી’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં,
આંખમાં દઈ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં,
શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં
!!~~ શ્રી મનોજ ખંડેરિયા ~~!!
સાચે જ ઉત્તમ રચના!
vaah !
barobar dilma …..
bharobhar pakdi rakhe chhe !
શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં
વાહ! સુંદર ગઝલ!
એકે એક શેર બળુકો છે. માનવજીવનની નીયતીનો સચોટ ચીતાર.
આંખમાં દઈ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં,
આ શેર સૌથી વધારે ગમ્યો.
Wah, Best.
i would like to listen all these programs on internet while i am working on my computer. i have heard from my friends that this website is wonderful and i am very much fond of gujarati literature. how do i listen this program? do i need to register myself first? please guide me.
veena desai
hi..it is nice to go through your blog…keep writing the good one..
by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in
are u using the same…?
Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….
popularize and protect the Native Language…
Maa Tuje Salaam…