jump to navigation

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં – ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
2 comments

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં
એ ઝાંઝવા છે, ઝાંઝવે ઝાઝું તરીશ નહીં

તું પુષ્પોનો અવતાર છે એવું ગણી લઈ
આ ખૂબ ગમતાં બાગથી જોજે ખરીશ નહીં (more…)

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને – ચિનુ મોદી (ઈર્શાદ) September 21, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
4 comments

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને
સપનાંઓ તારા આવી ગયા નાહીધોઈ ને

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને (more…)

વાયુ ને હંફાવવા બળના કરે – ચિનુ મોદી (ઈર્શાદ) September 20, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
2 comments

વાયુ ને હંફાવવા બળના કરે
એ સુગંધી છે, કદી છળ ના કરે (more…)

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે – બરકત વિરાણી ‘બેફામ’ September 19, 2007

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
2 comments

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ, જોખમ અહીં તો ઓળખાણે છે.
(more…)

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું – બરકત વિરાણી ‘બેફામ’ September 19, 2007

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
3 comments

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું. (more…)

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી – ‘મરીઝ’ September 18, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
4 comments

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી (more…)