jump to navigation

દિવસો જુદાઈ ના જાય છે….! નવેમ્બર 13, 2006

Posted by Bhavin Gohil in ગની દહિંવાલા.
trackback

દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરુર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી

ના ધરા સુધી, ના ગગન સુધી, નહિ ઊન્નતિ, ના પતન સુધી
અહિં આપણે તો જવું હતું, ફક્ત એક-મેક ના મન સુધી

છે અજબ પ્રકારની ઝિંદગી, કહો એને પ્યારની ઝિંદગી,
ના રહી શકાય જીવ્યા વિના, ના ટકી શકાય જીવન સુધી

તમે રાંકના છો રતન સમા, ન મળો અશ્રુઓ ધુળ માં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી

તમે રાજ-રાણી ના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈયે કફન સુધી

જો હ્રદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી

— ગની દહિંવાલા —

Advertisements

ટિપ્પણીઓ»

1. વિવેક - નવેમ્બર 13, 2006

સુંદર રચના… ગુજરાતી બ્લોગ -વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

2. Neela Kadakia - નવેમ્બર 13, 2006

મારા ખ્યાલ પ્રમાણે આ ગઝલ મહમદ રફીનાં કંઠે ગવાયેલી છે. સુંદર છે.

3. વિવેક - નવેમ્બર 13, 2006

આખી ગઝલ થોડા શબ્દસુધાર સાથે આ પ્રમાણે છે:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

4. Hiral - નવેમ્બર 14, 2006

ના ધરા સુધી, ના ગગન સુધી, નહિ ઊન્નતિ, ના પતન સુધી
અહિં આપણે તો જવું હતું, ફક્ત એક-મેક ના મન સુધી

છે અજબ પ્રકારની ઝિંદગી, કહો એને પ્યારની ઝિંદગી,
ના રહી શકાય જીવ્યા વિના, ના ટકી શકાય જીવન સુધી
Beautiful creation.
Realistic thought of relationship!!

5. ઊર્મિસાગર - નવેમ્બર 20, 2006

My favorite gazal sung by MU….

THE MOST FAVORITE SHER….

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

6. Jayshree - નવેમ્બર 29, 2006

Listen the original gazal here :
http://tahuko.com//?p=373

7. Jayesh - ડિસેમ્બર 4, 2006

Dear Bhavin
Today i am relay proud of you . This is goood activity for living our “GUJRATI GAZAL NO VARSO”
Tane fakat atlu kahevu ke………………..

EK JAMANA MA AME PAN KAVI HATA,
MAD BAPORNA GARAM RAVI HATA ,
EK SHANDHYA AVI TO JIVANMA AVI GAYI,
KE BHANU NE SHASHI BANAVI GAYI

Keep it up..

Lage raro Bhavin bhai….

Regard,

Jayesh

8. snehit - સપ્ટેમ્બર 12, 2009

at last found it.

9. ravi - ડિસેમ્બર 18, 2009

shari lakhi che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: