jump to navigation

ગઝલ of ગની દહિંવાલા – 3 નવેમ્બર 15, 2006

Posted by Bhavin Gohil in ગની દહિંવાલા.
trackback

સુરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળના પંખીઓ
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો

વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

અંધાર આવું આવું કરે બારી બા’રથી
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે “ગની”
‘કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો

 

Advertisements

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - નવેમ્બર 15, 2006

માટીને મહેકવાની ગતાગમ નથી હજી
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો

Sundar gazal!!

2. SV - નવેમ્બર 16, 2006

Very nice ghazal. BTW, I have added your blog to Samelan ( http://www.forsv.com/samelan/ ) , this will definitely get you more readers to your blog.
All the Best.

3. vijayshah - નવેમ્બર 16, 2006

Abhinandan Bhavin
ghanu sarjo ane ghanu lakho evi shubhechchha
http://www.vijayshah.wordpress.com

4. સુરેશ જાની - નવેમ્બર 16, 2006

તેમની જીવનઝાંખી વાંચો-
https://sureshbjani.wordpress.com/2006/06/27/gani_dahiwala/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: