jump to navigation

રમીએ …!!! નવેમ્બર 15, 2006

Posted by Bhavin Gohil in ગની દહિંવાલા.
trackback

સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી, આવળ બાવળ રમીએ.

બાળ-સહજ હોડી જેવું કાંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈયે મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધા ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાના-માના મ્રુગજળ મ્રુગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીયે સ્વપ્નાંઓ,
પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફર ફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય “ગની”, નીકળ્યો છું લઈને આખોમાખો સુરજ,
અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

Advertisements

ટિપ્પણીઓ»

1. વિવેક - નવેમ્બર 15, 2006

સુંદર ગઝલ…

2. Amit pisavadiya - નવેમ્બર 15, 2006
3. Neela Kadakia - નવેમ્બર 15, 2006

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાના-માના મ્રુગજળ મ્રુગજળ રમીએ.

સુંદર પંક્તિઓ છે.

4. dipankar - નવેમ્બર 15, 2006

good, very good, bhavin, can we have more.

dipankar.

5. dipankar - નવેમ્બર 15, 2006

good,bhavin, can we have more.

dipankar.

6. senorita - નવેમ્બર 19, 2006

KASH E RAMAVANU NISHFAL NE BADALE SAFAL THAY JAY .

7. ઊર્મિસાગર - નવેમ્બર 20, 2006

ગનીચાચા એટલે બસ ગનીચાચા….

8. Hiral - નવેમ્બર 23, 2006

truth of life expressed very beautifully

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાના-માના મ્રુગજળ મ્રુગજળ રમીએ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: