jump to navigation

એવું કશું કશું !! – રસિક મેઘાણી નવેમ્બર 16, 2006

Posted by Bhavin Gohil in અન્ય...
trackback

તુજ પ્રેમનો તરંગને એવું કશું કશું
ઉપવન, સુમન, સુગંધને એવું કશું કશું

પગરવના તારી વાટમાં હર-એક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબને એવું કશું કશું

તારા વિના આ જિંદગી આકશે ઉડ્ડયન
જાણે કટી પતંગને એવું કશું કશું

સુરજથી પ્રેમ એટલે ઝાકળની જિંદગી
એકાદ પળનો સંગને એવું કશું કશું

જે કાલ આપણી હતી, એવીજ આજે છે
એકજ એ રંગ-ઢંગને એવું કશું કશું

તારો ગમન જે માર્ગે થયો એ હજીય છે
ખુશ્બુથી તર નિશંકને એવું કશું કશું

ચલો મળી સ્મરીએ ‘રસિક’ યાદ આપણી
સુખ દુઃખ તણાં પ્રસંગને એવું કશું કશું

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: