jump to navigation

શેખાદમ આબુવાલા નવેમ્બર 21, 2006

Posted by Bhavin Gohil in અન્ય...
trackback

મિત્રો, આજે આપની શમક્ષ શ્રી શેખાદમ આબુવાલા ના થોડાક શેર પ્રસ્તુત કરું છું…

મુહોબ્બત ના સવાલોના કોઇ ઊત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઇ એક જ પ્રેમી ને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કૈં શંકર નથી હોતા…

~~~~~~~~~~~~~~~~~~~~~

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે,
અર્થ શો વિખવાદ નો ?
બેઊ ને આરામ છે…

~~~~~~~~~~~~~~~~~~~~

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું,
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઊછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું…..

~~~~~~~~~~~~~~~~~~~~

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોત ને પણ આવવા દો લાગ માં

~~~~~~~~~~~~~~~~~~~~

ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવાદે
મને ધનવાન મજનૂ એ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી,
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે….

~~~~~~~~~~~~~~~~~~~~

મોત નું બંધન છતાં, કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત, આદમ થી શેખાદમ સુધી

સૌજન્ય : ઝાઝી.કોમ

~~~~~~~~~~~~~~~~~~~~

અંતે શ્રી શેખાદમ આબુવાલાને શ્રધ્ધાંજલિ મારા શબ્દો માં …

~~~~~~~~~~~~~~~~~~~~~

આદમ અને “શેખાદમ” માં ફરક એટલો,
એક માનવી નું મૂળ,
અને બીજો માનવતા નો ગુણ !!

~~~~~~~~~~~~~~~~~~~~~

Advertisements

ટિપ્પણીઓ»

1. વિવેક - નવેમ્બર 21, 2006

સુંદર મુક્તકો… આપનો બ્લોગ ધીમે ધીમે રંગ જમાવી રહ્યો છે… અભિનંદન…

2. સુરેશ જાની - નવેમ્બર 21, 2006

સરસ. તમે પહેલેથી જ લયસ્તરોની જેમ લેખક અને રચનાવાર વિભાગો બનાવતા રહેજો.

3. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 22, 2006

મુહોબ્બત ના સવાલોના કોઇ ઊત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઇ એક જ પ્રેમી ને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કૈં શંકર નથી હોતા…

ઉત્તર
મહોબ્બત ના સવાલોના કદી ઉત્તર નહીઁ માંગો !
ફૂલોનો અર્ધ્ય આપીને હવે પથ્થર નહીઁ માંગો !

ધરી દીધુઁ તમે સર્વત્ર હ્રદય ના તમ ખઝાનેથી,
હવે મુરખ બનીને એમની ઠોકર નહીઁ માંગો.
_મોહમ્મદઅલી ભૈડુ”વફા”
22નવે.2006

4. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 22, 2006

તાજ -જવાબે તાજ
તાજમહાલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે

પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

તાજમહલ
હેતાજ ભારત વર્ષ નો તુ તાજ છે.
તારા થકી એની અમરતા આજ છે.

સૌંદર્ય સંગે મરમર મહીઁ મ્હેકી ગયું.
પાષાણુ પર મહોબ્બત નુઁ પણ રાજ છે.

નખશિખ ગઝલ પારસમહીઁ પણ હાબને ,
ગાતારહો આ પ્યારનો આવાજ છે.

ડૂબી ગયો,હું પણ “વફા” એ રૂપમા
સૌંદર્ય તણી કેવી અજબ મેરાજ છે.

_ મુહંમદઅલી ભૈડુ “વફા”
પ્રથમ શેર જ.બેકાર સાહેબ મરહુમ નો છે.

5. ઊર્મિસાગર - નવેમ્બર 22, 2006

very nice….

tamara blogma right panel par ‘recent posts’ muko to saru…

6. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 23, 2006

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે,

અર્થ શો વિખવાદ નો ?
બેઊ ને આરામ છે…
_શેખાઆદમ આબુવાલા

તારી પાંસે નામ છે,
મારી પાંસે કામ છે.

વિખવાદ ખાલી એટલો,
ખાલી તારુઁ જામછે.

_મોહમ્મદાઅલી ભૈડુ” વફા “

7. chetu - ડિસેમ્બર 19, 2006

very nice…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: