તૂટતા સંબંધની કેવી મઝા ? – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 22, 2007
Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).trackback
તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા
ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા
આ અરીસે થી નીકળવું શી રીતે ?
ક્યાં બીજે છે છુપાવાની જગા ?
તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો
નખ વગરના શું કરું હું આંગળાં ?
કેમ ધ્રુજો છો તમે “ઈર્શાદજી”
કોન દરવાજે પે ઐસા હૈ ખડા ?
!!~~ચિનુ મોદી (ઈર્શાદ)~~!!
Advertisements
aa arise thee nikalvun shee reete? maja padi gayi , irshad, irshad
ખૂબ સરસ…
AS Always….
Hads of to you…