jump to navigation

તબક્કે-તબક્કે તફાવત નડે છે મને, માત્ર મારી શરાફત નડે છે – ડૉ. મહેશ રાવલ નવેમ્બર 21, 2009

Posted by Bhavin Gohil in Blogroll.
trackback

તબક્કે-તબક્કે તફાવત નડે છે મને, માત્ર મારી શરાફત નડે છે ! 
નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી અને આખરે, એ જ બાબત નડે છે ! 
 
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં ઘણીવાર, ખુદની ય દાનત નડે છે ! 
ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે કે સરવાળે, એકાદ અંગત નડે છે ! 
 
નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં અને સ્વપ્નને, આ હકીકત નડે છે ! 
કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ અને કાં કહી દ્યો કે, નિયત નડે છે ! 
 
ખબર છે કે, સોનુ કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ અને કાં કહી દ્યો કે, નિયત નડે છે ! 
ખબર છે કે, સોનું તપે એમ નિખરે છતાં પણ, કશુંક વારસાગત નડે છે ! 
 
~~ ડૉ. મહેશ રાવલ ~~

Advertisements

ટિપ્પણીઓ»

1. Pinki - નવેમ્બર 21, 2009

તબક્કે-તબક્કે તફાવત નડે છે મને, માત્ર મારી શરાફત નડે છે !

very nice , uncle…!

2. jjkishor - નવેમ્બર 21, 2009

પ્રાસાદીકતાના ગુણે ભરેલી રચના.

પ્રલંબ છંદયોજના પણ સરળતાના ગુણે કરીને મનભાવન બને છે. સરસ રચના. (પબ્લીશ કરવામાં છેલ્લે પંક્તીઓમાં ગરબડ રહી છે.

3. ડૉ.મહેશ રાવલ - નવેમ્બર 21, 2009

શ્રી ભાવિનભાઈ,

મારી ગઝલ-તફાવત નડે છે- તમને ગમી અને બ્લોગપર પોસ્ટ કરી એ ગમ્યું, પણ
પંક્તિ ખરેખર લગાગા લગાગા લગાગા લગાગા એ છંદમાં છે તમે એને બેવડાવીને મૂકી છે………!
આગળ જતાં ટાઈપ કરવામાં ય ગોટાળો થયો છે…….છેલ્લી પંક્તિઓમાં ગોટો થયો છે
જરા જોઇ લેજો
ખાસ સલાહ એ કે હવે પછી કોઈપણની રચના પોસ્ટ કરતા પહેલા ચોક્કસાઈપૂર્વક ચૅક કરી લેવી.

4. parth Rupareliya - જાન્યુઆરી 15, 2010

સરસ રચના……
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !
ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે કે સરવાળે, એકાદ અંગત નડે છે !

5. shailesh - જાન્યુઆરી 20, 2010

હવે કંઇક નવુ લખો, ઘણા સમય થી નવી પોસ્ટ નથી આવી…. ક્યાં ખોવાઇ ગયા છો ?

6. atul - ઓક્ટોબર 25, 2010

ખરેખર સુંદર રચના છે અને આપની પસંદગી કાબીલે તારીફ છે

7. SUHAS - ડિસેમ્બર 18, 2010

I M SPEECHLESS,,,,,,,,,,,,,

8. atulvaland - જાન્યુઆરી 21, 2011

સલામ છે આપને આપની પસંદગી માટે અને આભાર શેર કરવા માટે

9. Hemal Bhavsar - જૂન 19, 2011

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: