jump to navigation

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે … મે 12, 2009

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
5 comments

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

(વધુ…)

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે – મરીઝ ઓક્ટોબર 31, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
6 comments

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે

મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર,
કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે (વધુ…)

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે – મરી઼ઝ ઓક્ટોબર 22, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
4 comments

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે .
આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે (વધુ…)

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી – ‘મરીઝ’ સપ્ટેમ્બર 18, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
4 comments

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી (વધુ…)

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે – મરીઝ સપ્ટેમ્બર 13, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
1 comment so far

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. (વધુ…)

સમજાવી નથી શકતો – ‘મરીઝ’ સપ્ટેમ્બર 12, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
4 comments

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. (વધુ…)