jump to navigation

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ? – રમેશ પારેખ સપ્ટેમ્બર 14, 2007

Posted by Bhavin Gohil in રમેશ પારેખ.
5 comments

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ? (વધુ…)

Advertisements

બંધ ૫રબીડીયામાં મરણ મળે તમને !! – રમેશ પારેખ ડિસેમ્બર 13, 2006

Posted by Bhavin Gohil in રમેશ પારેખ.
7 comments

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

 – શ્રી વિવેક ભાઈ ના સૌજન્યથી