મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે – મરીઝ સપ્ટેમ્બર 13, 2007
Posted by Bhavin Gohil in મરી઼ઝ.1 comment so far
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. (વધુ…)
સમજાવી નથી શકતો – ‘મરીઝ’ સપ્ટેમ્બર 12, 2007
Posted by Bhavin Gohil in મરી઼ઝ.4 comments
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. (વધુ…)
કિનારા નથીને નદી પણ નથી !! – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 12, 2007
Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).3 comments
કિનારા નથીને નદી પણ નથી
તને એવી ક્ષણ સાંપડી પણ નથી
અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું – ગૌરાઁગ ઠક્કર સપ્ટેમ્બર 12, 2007
Posted by Bhavin Gohil in અન્ય...6 comments
અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું. (વધુ…)
ઓઢ્યા એવા નમણાં આળ ! – રાજેન્દ્ર શુક્લ ડિસેમ્બર 16, 2006
Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.4 comments
ઓઢ્યા એવા નમણાં આળ,
કમળ પાંદડે બાંધ્યો કાળ !
લોક કહે, મન પાછું વાળ,
જઈ પોહોંત્યું છે ટગલી ડાળ !
બંધ ૫રબીડીયામાં મરણ મળે તમને !! – રમેશ પારેખ ડિસેમ્બર 13, 2006
Posted by Bhavin Gohil in રમેશ પારેખ.7 comments
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
– શ્રી વિવેક ભાઈ ના સૌજન્યથી